C1 : CAMPUS કેમ્પસ
સ્વચ્છ, સુરક્ષિત, હરિયાળું અને વિદ્યાર્થીકેન્દ્રી કેમ્પસ
વિકસિત ભારત માટે વિકસિત વિશ્વવિદ્યાલય
મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પથી પ્રેરિત વિકસિત ભારત માટે વિકસિત વિશ્વવિદ્યાલય. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી માટે શૈક્ષણિક શ્રેષ્ઠતા, માળખાગત વિકાસ અને સંસ્થાકીય પરિવર્તનના વિકાસલક્ષી સૂચનો
અહીં માત્ર યુનિવર્સિટી સમક્ષ ઔપચારિક રીતે રજૂ થયેલા આયામો જ પ્રકાશિત કરવામાં આવે છે. અન્ય આયામો રજૂ થયા બાદ ઉમેરવામાં આવશે.
સ્વચ્છ, સુરક્ષિત, હરિયાળું અને વિદ્યાર્થીકેન્દ્રી કેમ્પસ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પ અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦ની ભાવનાને સાકાર કરવામાં આપણા વિશ્વવિદ્યાલયોની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વિદ્યાર્થી પરિષદમાં માંથી મને મળેલા ‘જ્ઞાન, શીલ અને એકતા’ના સંસ્કાર અને ‘રાષ્ટ્ર પુનઃનિર્માણ’ની પ્રેરણાએ શિક્ષણને માત્ર પદવીપ્રાપ્તિ નહીં, પરંતુ વિદ્યાર્થી, સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનું માધ્યમ ગણવાનીની દૃષ્ટિ આપી.
જનકલ્યાણ અને વિકાસને સમર્પિત ગુજરાત સરકાર દ્વારા નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નામ સાથે જોડાયેલી આપણી ભાવનગર યુનિવર્સિટીની સરકારશ્રી નિયુક્ત એક્ઝીક્યુટીવ કાઉન્સિલની સદસ્યા તરીકે વિદ્યાર્થીઓ, શિક્ષણજગત અને સમાજ પ્રત્યેની મારી કર્તવ્યભાવનામાંથી ‘UniVision2047'’ પરિકલ્પના જન્મી છે. UniVisionમાં ‘Uni’ એટલે University અને Universal બન્ને. આપણા વિશ્વવિદ્યાલયના વિકાસની સાથે શિક્ષણને સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની વિશાળ આવશ્યકતાઓ સાથે જોડવાની દૃષ્ટિને કેન્દ્રમાં રાખી છે.
આ સંકલ્પપત્ર અંતર્ગત આપણી યુનિવર્સિટીના સર્વાંગી વિકાસના ૧૫ આયામો દ્વારા વ્યવહારુ, ભવિષ્યલક્ષી અને અમલમાં મૂકી શકાય તેવાં સૂચનો રજૂ કરવાનો મારો પ્રયાસ છે. સાથે જ પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને સમગ્ર સમાજમાં ‘આપણું વિશ્વવિદ્યાલય, આપણી જવાબદારી’નો ભાવ જાગૃત કરી સહુની સહભાગિતાથી એક શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયનું નિર્માણ થાય એવી મારી ભાવના છે. કારણ કે મારુ માનવું છે કે વિકસિત વિશ્વવિદ્યાલય જ વિકસિત ભારત બનાવવા માટે સક્ષમ નાગરિકો અને સમર્થ રાષ્ટ્રનું નિર્માણ કરી શકશે.
ડૉ. નિયતિબેન પંડયા મંદિર વ્યવસ્થાપન વિષયમાં પીએચ.ડી. કરનાર ગુજરાતનાં પ્રથમ સંશોધક છે. . ભાવનગર ખાતે વિવિધ સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય રહી માતૃશક્તિના ઉત્થાન માટે કાર્યરત છે. IT એઓસીએશન BESIAનાં ઉપપ્રમુખ તરીકે ભાવનગરના આઇટી ઉદ્યોગોના પ્રશ્નો અને સમસ્યાઓના સુખદ નિરાકરણ માટે સક્રિય રીતે કાર્ય કરે છે. સરકારી મેડિકલ કોલેજ, ભાવનગરની ઇન્સ્ટિટ્યૂશનલ એથિક્સ કમિટી| તથા રામવાડી ટ્રસ્ટ સાથે સંકળાઈને સંસ્થાકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં યોગદાન આપે છે. એમના ‘શ્રીવસ્ત્રાલય' પ્રકલ્પ દ્વારા ભાવનગરની ૫૦૦થી વધુ જરૂરિયાતમંદ દીકરીઓ અને બહેનોને શુભપ્રસંગોએ સહાય મળી છે. ‘ઋતુમતી કીટ, ‘ભાવનગર દીપોત્સવ’અને મહિલા ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓમાં પણ તેઓ સક્રિય છે. મહિલાઓ અને યુવાઓ સાથે વિવિધ સામાજિક તથા સાંસ્કૃતિક વિષયો પર સંવાદ કરવાની સાથે વિદ્યાર્થીઓ અને નાગરિકોના પ્રશ્નો અંગે પણ તેઓ સત્તાધિકારીઓ સમક્ષ રચનાત્મક રજૂઆતો કરે છે.
ડૉ. નિયતિ પંડ્યાની મુખ્ય વેબસાઇટ →